Saturday, 3 August 2019

@AlliesFin Serve T.ME/ALLiESFiN's Post

• આઇ લવ યુ, નરેન્દ્ર મોદી !

નરેન્દ્ર મોદી વિશે વિરોધીઓ ભલે ગમે તે કહે, પરંતુ હું સ્પષ્ટપણે માનું છું કે ભારત દેશને અત્યારે નરેન્દ્ર મોદી સ્વરૂપે એક પ્રબળ પ્રભાવક પ્રાઈમ મિનિસ્ટર મળ્યા છે. ખરી વાત તો એ છે કે નરેન્દ્ર મોદી પ્રત્યે મને છે એટલું જ સન્માન ભારતની મોટાભાગની પ્રજાને પણ છે. જો એમ ન હોત તો આટલી પ્રચંડ બહુમતીથી તેમને ફરીથી પ્રજાએ સત્તા સોંપી ન હોત.
અત્યારે પળે પળે આપણને એવું ફિલ થાય છે કે જાણે દેશ કરવટ લઈ રહ્યો છે ! નરેન્દ્ર મોદી એટલું ઝડપથી નિર્ણયાત્મક રીતે કામ કરી રહ્યા છે કે લોકોની તેમના પ્રત્યેની અપેક્ષાઓ પણ વધી ગઈ છે. નરેન્દ્ર મોદીની સરકારને કોઈ કામ કરવામાં સહેજ વિલંબ થાય તોપણ વિરોધીઓ એની ટીકા કરવા બેસી જાય છે, હોબાળો મચાવી મૂકે છે.
યુપીએની - મનમોહનજીની સરકાર વખતે કોઈ વ્યક્તિ કશી જ કમ્પ્લેન કરતી નહોતી. લોકો એવું સ્વીકારી બેઠા હતા કે સરકારી તંત્રમાં તો વાયદા અને વિલંબની નીતિ જ હોય... પ્રજાએ દરેક સરકારી કામ માટે ધક્કા ખાવાના જ હોય.... અને ભ્રષ્ટાચાર વગર તો સરકારી કોઈ કામ પાર પડે જ નહીં. એટલે પ્રજા એક પ્રકારના પ્રદૂષણથી યુઝડ-ટુ થઈ ગઈ હતી.
કિન્તુ હવે મોદીશાસન આવ્યા પછી પ્રજાની અપેક્ષાઓ વધી ગઈ છે. દરેક કામ ઝડપથી અને ભ્રષ્ટાચાર વગર જ થવું જોઈએ એવું પ્રજા માનવા લાગી છે. મારી દ્રષ્ટિએ આ બહુ મોટી ઉપલબ્ધિ છે. પ્રજા ઘોર નિદ્રામાંથી જાગી છે અને સરકાર પાસે હિસાબ માગવા લાગી છે, આ વાત આપણા દેશ માટે સામાન્ય ના કહેવાય.
કેટલાક વિરોધીઓ મોદી-શાસનમાં ભારે મંદી આવી હોવાનો બળાપો ઉચ્ચારી રહ્યા છે અને મંદીના નામે મોદીને ઘેરવાની મથામણ કરી રહ્યા છે. સાચી વાત એ છે કે મંદી માત્ર ભારતમાં જ નથી આવી... અત્યારે દુનિયાના સમૃદ્ધ કહેવાતા ઘણા દેશો મંદીના ભરડામાં આવી ગયેલા છે. શું એ દેશોમાં આવેલી મંદી માટે પણ મોદી-સરકાર જવાબદાર છે ? ભારતમાં અત્યારે કઈ કઈ મોટી કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીઝ બંધ થઈ રહી છે એની ચર્ચા લોકો કરી રહ્યા છે, પરંતુ એનું સાચું કારણ જાણવા કે તપાસવાની મહેનત કોઈએ કરી છે ખરી ?
અત્યાર સુધી આવી હજારો કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીઓ જૂની સરકારની સાથે મળીને, ગફલા-ગોટાળા કરીને પોતાનો કારોબાર ચલાવી રહી હતી. હવે સરકાર તેમને મચક આપતી નથી. આપણે જાણીએ છીએ કે વિજય માલ્યાની કિંગફિશર એરલાઇન્સ અને તેની બીજી ઇન્ડસ્ટ્રીઝ માટે યુપીએ સરકારે (મનમોહનસિંહજીની સરકારે) અબજો રૂપિયા આપ્યા હતા. આખરે પરિણામ શું આવ્યું ? વિજય માલ્યા દેશ છોડીને ભાગી ગયો ! અત્યારે બીજી એરલાઈન્સ કંપની બંધ થવાની તૈયારીમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. એનું કારણ એ છે કે મનમોહનસિંહની સરકારે વિજય માલ્યાને દેશના અબજો રૂપિયાની લોન આપી હતી એવી લોન મોદી-સરકાર આ બીજી કહેવાતી ડૂબી રહેલી એરલાઇન્સને આપવા તૈયાર નથી. દેશની પ્રજાના પૈસા અમુક ચોક્કસ લોકો પાસે જ રહે અથવા એમની કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીઝમાં જ રોકાઈ રહે એવું મોદી-સરકાર ઇચ્છતી નથી. ખોટા નામથી માત્ર કાગળ પર જ ચાલતી અને વર્ષોથી સરકારી લોન તથા સબસીડીના તગડા લાભ લેતી હજારો કંપનીઓ બંધ થઈ ચૂકી છે. હકીકતમાં એવી ઈન્ડસ્ટ્રીઓ હતી જ નહીં ! બંધ થયેલી એ કંપનીઓ અને ઇન્ડસ્ટ્રીઝ તો સરકાર દ્વારા પ્રજાના પૈસા ભ્રષ્ટાચારમાં વહાવી દેવાનું માત્ર ષડયંત્ર હતું, નર્યું છળકપટ હતું... !
જોકે મારી દ્રષ્ટિએ તો અત્યારે સૌથી મોટું અને સૌથી સારું રિઝલ્ટ એ મળી રહ્યું છે કે ભારત દેશની બહુમતી ગણાતી હિન્દુ પ્રજાને ન્યાય મળતો થયો છે. અત્યાર સુધી લઘુમતીના નામે પોતાની વોટબેન્ક ટકાવી રાખવા માટે સરકાર બહુમતી હિન્દુ પ્રજાને સતત અને સખત અન્યાય કરી રહી હતી. હવે એ બધું બંધ થયું છે. હિન્દુ પ્રજા રાષ્ટ્રીય ઝનૂન સાથે જાગી છે. પોતાને થતા અન્યાય માટે અવાજ ઉઠાવવા લાગી છે. આ નાનીસૂની બાબત નથી. અયોધ્યામાં રામમંદિરની વાત હોય કે કાશ્મીરમાં 35એ અને 370ની કલમ હટાવવાની વાત હોય, પ્રજાનો મોદી-સરકાર પરનો ભરોસો વધારે ને વધારે દૃઢ થઈ રહ્યો છે. જાણે એક પ્રકારનું યુગ-પરિવર્તન થઈ રહ્યું હોય એમ લાગે છે ! હિન્દુ પ્રજાને હવે મંદી અને મોંઘવારીની લેશમાત્ર પરવા નથી... ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર બને એવી અપેક્ષા પ્રજાને જાગી છે. પોતાની આઈડેન્ટીટી પ્રગટે એવું પ્રજા ઇચ્છતી ત્યારે જ થાય કે જ્યારે સરકાર પણ એ માટે કટિબદ્ધ હોય ! થોડાંક વર્ષો પહેલાં દુનિયાના અન્ય દેશોની કમ્પેરીઝનમાં ભારત ગરીબ, ગંદો અને ઉપેક્ષિત દેશ ગણાતો હતો. આજે ભારત દેશ દુનિયાભરમાં મહાસત્તા બનવાનું સામર્થ્ય ધરાવે છે એની પ્રતીતિ અમેરિકા-રશિયા અને ચીન જેવા દેશોને પણ થવા લાગી છે ! પાકિસ્તાન જેવો પાડોશી દેશ છાશવારે આપણા દેશમાં ઠેર ઠેર આતંકવાદના હુમલા કરાવતો હતો... મોદીશાસન શરૂ થયા પછી પાકિસ્તાન કાશ્મીરથી આગળ વધી શક્યું નથી અને તે પણ કાશ્મીરના ગદ્દાર અલગતાવાદીઓ ને કારણે જ થોડુંક નુકસાન કરી શક્યો છે પાકિસ્તાનને પોતાની ઓકાત નો ખ્યાલ આવી ગયો છે પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યા વગર આખી દુનિયામાં તેને નીચો પુરવાર કરવાની કુનેહ પણ મોદીએ બતાવે છે. આ પ્રચંડ સિદ્ધિ માટે એક માત્ર મોદી-શાસ
By: via @AlliesFin Serve T.ME/ALLiESFiN

AlliesFinServe #StockMarket #Bharat Telegram.me/AlliesFin's Post

India Daybook Stocks in News *BEL:* Company receives Rs 2463 Crore order for Ashwini Radars from Indian Air Force. (Positive) *BEML:* C...