Updates About New Rules on Limit & T+1 Settlement
Full Read on https://telegram.me/AlliesFin
આપ સૌ જાણતા જ હશો કે આવતા બે અઠવાડિયા માં, સેબી ના બે નવા નિયમો લાગુ થવા જઈ રહયા છે,
1. આ શુક્રવાર, એટલે કે, 27-Jan-23 થી, કેશ segment ની બધી જ સ્ક્રિપ હવે થી T+1 પ્રમાણે સેટલ થશે. અત્યાર સુધી T+2 હતું, બાદ માં, ટુકડા ઓ માં, બઘી સ્ક્રિપો T+1 માં શિફ્ટ થઈ.
આવતીકાલે, બુધવારે, T+2 માં ખરીદેલ સ્ક્રિપ્ટ, શુક્રવાર T+1 માં વહેંચી શકાશે નહિ , જેની ખાસ નોંધ લેવી.
આ ફેરફાર બધા માટે ફાયદાકારક છે. માર્જિન એક દિવસ ઓછું રોકાશે અને વેચેલા શેર્સ ના પૈસા જલ્દી મળી જશે. પરંતુ, જે લોકો ના શેર પ્લેજ માં છે અથવા બીજા DP માં હોય અને સેલ કરવા હોય તો મુશ્કેલી પડી શકે છે, કૅમ કે, એક્સચેન્જ માં થિ પ્લેજ શેર્સ છોડાવાનો સમય 6 સુધી જ છે અને ઘણી વખત બિલ બનાવા માટે ની ફાઈલ મોડી આવે તો મુશ્કેલી થઇ શકે એમ છે. એના માટે, બધા બ્રોકર એ સેબી માં સમય લંબાવા માટે રજુવાત કરેલ છે પણ હજુ સુધી કોઈ પોઝીટીવ જવાબ આવેલ નથી.
2. આપણે સૌ જાણીયે જ છીએ કે છેલ્લા 2 વર્ષ માં, સેબી દ્વારા ઘણા નવા નિયમો આવેલા છે, ખાસ કરીને રોકાણકારો ની સેફ્ટી માટે.
સૌ પ્રથમ ઇન્ટ્રાડે લિમીટ પર રોક આવી. બાદ માં અપફ્રન્ટ માર્જિન કમ્પલસરી કરવામાં આવ્યું. ત્યારબાદ OTP થી શેર્સ પ્લેજ કરવાની માર્જિન પ્લેજ ની સિસ્ટમ આવી, બાદ માં એક્સચેન્જ માં, કલાયન્ટ wise અલોકેશન કમ્પલસરી કરવામાં આવ્યું.
હવે, 01-Feb-23 થી, ઇન્ટ્રાડે માં પણ અપફ્રન્ટ અલોકેશન કમ્પલસરી કરવામાં આવી રહ્યું છે. એનો મતલબ એવો થાય છે કે, બ્રોકર પાસે કલાયન્ટ ના પૈસા આવી જાય તો પહેલા લિમિટ આપી ને પછી એક્સચેન્જ માં અલોકેશન કરી શકાતું હતું. પરંતુ, હવે, કલાયન્ટ બ્રોકર ના એકાઉન્ટ માં પૈસા ટ્રાન્સફર કરે, પછી બ્રોકર આ પૈસા એક્સચેન્જ માં મૂકી, જે તે કલાયન્ટ ને કોઈ સેંગમેન્ટ માં અલોકેટ કરે પછી જ સોદો કરી શકાશે, નહીંતર પેનલટી આવૅ.
હાલ આપડે, એપ્લિકેશન માં, પેમેન્ટ ગેટવે આપેલ છે, જેનાથી કલાયન્ટ ફંડ ટ્રાન્સફર કરે તો ઇન્સ્ટન્ટ લિમિટ વધી જતી હતી. પરંતુ, હવે આ રીતે લિમિટ નહિ આપી શકાય. હવે, આ ફંડ પહેલા એક્સચેન્જ માં મૂકી, અલોકેટ કરીયે પછી જ ટ્રેડ થઇ શકશે. આ આખી પ્રોસેસ ને ઓનલાઇન કરવા માટે અમો અમારી ટેક્નોલોજી પણ અપગ્રેડ કરી રહયા છીએ.
વિશ્વાસ રાખજો, અમો બધા જ બ્રોકર્સ, આનો ભરપૂર વિરોધ કરીયે જ છીએ, પરંતુ, જોઈએ અમારી રજુવાત કેટલી ધ્યાને લેવાય છે.
જો કોઈ ફેરફાર ના સ્વીકારાય તો પહેલી ફેબ્રુઆરી થી, ફંડ એડવાન્સ માં ટ્રાન્સફર કરવું પડશે તથા ઇન્સ્ટન્ટ લિમિટ આપી નહિ શકાય. તો આપ સૌને વિનંતી છે કે, આ મેસેજ આપના ઇન્વેસ્ટરો ને અત્યાર થી જ મોકલી એમને એડયુકેટ કરવાનું શરુ કરી દેશો, જે થી લાસ્ટ મોમેન્ટ પર કોઈ તકલીફ ના થાય.
For Details Investors HelpDesk +919869958999
By: via Allies Fin Serve Stock Market