Wednesday, 15 April 2020

α ℓ ℓ ι є ѕ ƒ ι η тє¢нѕ¢σρє's Post

@AlliesFin

Deepak Parekh Economics Forecast (after lock down)


આવી જશે.
* રિયલ એસ્ટેટમાં ભાવ 20% ઘટાડો
* ટ્રાવેલ સેકટર બે વર્ષ સુધી બેઠુ નહીં થાય.
* રિકવરીમાં નવ મહિના નીકળી જશે
* કંપનીઓ મેનપાવર, પગાર ઘટાડે
* 2023 સુધીમાં 39 કરોડ લોકો મધ્યમ વર્ગમાં આવશે, એથી રોકાણ વધશે

મુંબઈ તા.13
એચડીએફસી બેંકના ચેરમેન દીપક પારેખ અર્થજગતના નિષ્ણાંત છે. તેમણે હાલમાં જ વેબિનાર કરી હાલની સ્થિતિ અને લોકડાઉન પછીના ભાવિનું ચિત્ર દોરવા પ્રયાસ કર્યો છે. તેમણે એક સેમિનારમાં રોકાણકારોથી માંડી ઉદ્યોગ-વેપાર જગતને કેટલીક મહત્વની ટિપ્સ આપી હતી.

1) તેમણે રોકાણકારોને હાલમાં રોકડ હાથમાં રાખવા સલાહ આપતા જણાવ્યું હતું કે કોઈપણ ભોગે હાથમાં રોકડા રાખો. અન્ય લોકડાઉન સહિત અણધાર્યા સંજોગોમાં તમને એની કદાચ જરૂર પડે.
2) તમારી સંસ્થામાં એ અને બી એમ બે ટીમ બનાવો. એ ટીમ અભ્યાસ કરી હાલનો રિસ્પોન્સ તૈયાર કરે અને ટીમ બી બે વર્ષ પછીની સ્થિતિ પર કામ કરે.
3) તેમના મતે શ્રમિકોને પાછા ફરવા પ્રોત્સાહન આપવા તેમને વધુ વેતન આપવું પડશે. કામદારોને પાછા લાવવા એક સમસ્યા બનશે.
4) ટ્રાવેલ સેકટરને બે વર્ષથી વધુ સમય સહન કરવું પડશે.
5) ચાલુ વર્ષના નવ મહિના સામાન્ય સ્થિતિ પાછી સ્થપાવામાં નીકળી જશે, અને તે પણ જો મારામારીનો બીજો દોર ફાટી ન નીકળે તો
6) તેમણે ઉદ્યોગોને ખર્ચ ઘટાડવા, પગાર ઘટાડવા અને જરૂર જણાય તો મેનપાવરમાં કાપ મુકવા જણાવ્યું હતું.
7) કંપનીમાં મૂડી વધારો વધુ પડતું દેવું કરવા કરતાં વધુ મૂડી રોકવી વધુ સારી. મૂડી વિના ખેંચવું આફત બનશે. દેવાના ચકકરમાં ફસાતા નહીં. ડિસ્કાઉન્ટ આપો. રોકાણકારોને નાણાં કમાવા દો. પ્રાઈવેટ ઈકિવટી લો. સિંગાપુર એરલાઈન્સ રાઈટસ ઈસ્યુ લાવી રહી છે.
8) એમબીએફસીમાં માઈક્રો ફાઈનાન્સને સૌથી વધુ અસર થશે.
9) બેંકો સાથે રિલેશનશીપ અને વિશ્વાસ કેળવો. સંબંધ અડધો ટકો પણ ઓછો ન કરો.
10) એમએસએમઈ માટે પેકેજની વાટ જુઓ. વધુ પ્રોત્સાહનો અને ટેકો અપેક્ષિત છે.
11) રિયલ એસ્ટેટ: જમીન રાજયનો વિષય છે. રિયલ એસ્ટેટના ભાવ 20% જેટલા નીચા આવશે. જે ડેવલપરોએ મોંગા ભાવે જમીન લીધી છે તેમને પ્રોજેકટમાં માર પડશે. ઘણી કંપનીઓ ફડચામાં જશે. ક્રેડાઈએ 2008ની જેમ એક વખત લોનના રિસ્ટ્રકચરીંગની માંગણી કરવી જોઈએ. રિયલ એસ્ટેટમાં સ્થિતિ થાળે પડતાં 8-9 મહિના લાગશે.
12) સરકાર તરફથી ચૂકવવી મોટો પ્રન્ન બનશે. અનેક દાવો થશે.

પારેખે મેક્રોઈકોનોમીક પરિબળો અને લાંબાગાળાનો દ્દષ્ટિકોણ પણ રજુ કર્યો હતો.
1. સરકારે રાજકોષીય ખાધ વધારવા નિર્ણય કર્યો છે આ સારી નિશાની છે. રાજય સરકારોને કેન્દ્ર તરફથી ઓવરડ્રાફટ સુવિધા મળી રહી છે.
2. જીડીપીની ટકાવારી તરીકે ક્નઝયુમર ક્રેડીટ 13% છે. એ સામે ચીનમાં 40% અને અમેરિકામાં 80% છે.
3. જીડીપીની ટકાવારી તરીકે મોર્ગેજ: ભારતમાં 10%, ચીનમાં 26%, થાઈલેન્ડમાં 20%, સ્કેન્ડીવિયા 90%, અમેરિકા 70% આગામી બે વર્ષમાં ભારતે 12-15% એ પહોંચવું જરૂરી છે.
4. યસ બેંક રિકવરીના માર્ગે છે. આઈએસએફએસ અને જેટ એરવેઝ માટે પણ આવો માર્ગ અપનાવવાની જરૂર હતી.
5. યુએસએ 10 વર્ષ પેપર 0.77%, ભારતમાં 6% ભારતનો બીબીસી સૌથી નીચે ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ છે. આપણું ગ્રેડીંગ નીચું કરાશે તો આપણે જંક બોંડ બની જઈશું. એનાથી અર્થતંત્ર પડી ભાંગશે. આથી નાણાં છાપવાનું પણ મુશ્કેલ બનશે.
6. વ્યાજદર હજુ નીચા જશે. બેંકોએ એનો લાભ કંપનીને આપવો જોઈએ. આરબીઆઈ માત્ર બેંકોને જ નાણાં ધીરે છે, અને બેંકોને રાષ્ટ્રીય હિત કરતાં તેમની બેલેન્સ શીટની વધુ ફિકર છે. આરબીઆઈએ કંપની બોન્ડ ખરીદવાનું શરુ કરવું જોઈએ.
7. મધ્યપુર્વ મુશ્કેલીમાં મુકાશે. ઓઈલ 60-70ની સપાટીએ નહીં જાય. એ 40-50 (બેરલદીઠ) ડોલરની રેન્જમા રહેશે.
8. વધુ ડિગ્લોબલાઈઝેશન થશે. યુરોપીય દેશોએ તમામ હસ્તાંતરણ માટે સરકારની મંજુરી ફરજીયાત બનાવી છે. કંપનીએ હાલમાં સસ્તા ભાવે મળી રહે છે અને ચીન યુરોપમાં કંપનીઓ ટેકઓવર કરે તેવો ભય છે.
9. રૂપિયો દબાણ હેઠળ રહેશે. સારા સમયમાં પણ રૂપિયો વાર્ષિક 3% ઘસાશે. હાલમાં 10% ઘસારા છતાં આપણે સારું કર્યું છે. ઘણાં દેશોનું ચલણ 25% ઘસાયું છે. આપણું રેટીંગ જંક થશે તો મુશ્કેલી ઉભી થશે. 8%ના ગ્રોથના શ્રેષ્ઠ વર્ષોમાં પણ આપણું રેટીંગ કમનસીબે વધ્યુ નથી. ભારતે સારું કરવું હશે તો નિકાસ વધારવી પડશે. સરકાર તરફથી નિકાસ ક્ષેત્રને પેકેજ મળી શકે છે.
10. 2023 સુધીમાં 39 કરોડ લોકો મધ્યમ વર્ગમાં આવશે. એનાથી રોકાણ આવશે. માત્ર 2% ભારતીયો ઈકિવટીમાં રોકી રહ્યા છે. ભારતના મ્યુચ્યુઅલ ફંડસનો જીડીપી રેશિયો 12% છે, જયારે મેકસીકોમાં 60%થી વધુ અને યુએસમાં 100% છે. ભારતે 20% સુધી જવું જોઈએ.
મધ્યમ વર્ગ વધી રહ્યો હોઈ રિયલ એસ્ટેટ અને ઈકિવટીમાં લાંબાગાળે રોકાણ વધશે.
11. ભારતમાં બચત દર અગાઉ 30% હતો. તે હવે 17% છે. એમાના 10% રિયલ એસ્ટેટ અથવા સોનામાં જાય છે. લિકિવડ સેવિંગ રેટ 7% છે. ભારતમાં લોકો વપરાશથી ટેવાઈ રહ્યા છે. તેથી વપરાશ મામલે કોઈ દબાણ નથી. વપરાશ-ઉપભોગ વધવાની આશા છે.
12. ઈપીએફઓને ઈકિવટીમાં રોકાણની મંજુરી
By: via α ℓ ℓ ι є ѕ ƒ ι η тє¢нѕ¢σρє

AlliesFinServe #StockMarket #Bharat Telegram.me/AlliesFin's Post

News Headlines from Business News Agencies : Business Standard : GAIL, BPCL to set up plants to produce compressed biogas in Chhattisgar...